પોલીસ તંત્રે જાગૃત થવાની જરૂર
વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ ચંદ્રપુર ગામે છતર
નદી વાળી સીમમાથી અજાણ્યા તસ્કરો ફરિયાદી હનીફભાઈ અલીભાઈ વડાવીયાની વાડીમાંથી કૂવામાં નાખવાની બે મોટર અને અન્ય ચોરીના બનાવમાં રસિકગઢ ગામની સીમમાં ખેડૂતે બનાવેલ ઘેટા બકરાના ફાર્મમાંથી નાના-મોટા 31 ચોર્યા હતા. આજે પંચાસરમાં ડુંગળી
ચોરીની ફરિયાદ થઇ છે. આમ ખેડૂતો પોતાની માલ-મિલ્કતની ચોરીનો ભોગ બની રહ્યા છે. પોલીસ તંત્રે જાગૃત થવાની જરૂર છે…