મોટર સાયકલ પર છુટા હાથે સ્ટંટ કરતો પકડાયો
વાંકાનેર: તાલુકામાં બે કારખાનામાં સાડા ચાર લાખની ચોરીના અલગ અલગ બનાવ બન્યાની ફરિયાદો નોંધાઈ છે….
તાલુકાના સરતાનપર ગામની જમીનમાં આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામથી જી.વી.ટી. ટાઇલ્સ બનાવવાનુ નવું કારખાનુ ભાગીદારીમાં બનાવતા પાર્થભાઈ અનીલભાઈ લોરીયા (ઉ.વ.૨૫) રહેવાસી ૭૦૨-કશ્યપ પેલેસ, તપોવન રેસીડન્સી, કેનાલ રોડ, મોરબી મુળ રે. વાઘપર(પીલુડી) તા.જી. મોરબી વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે હાલે કારખાનામાં બાંધકામ તેમજ મશીનરી ફીટીંગ કરવાનુ કામ ચાલુ છે. આ કારખાનામાં રાખેલ કોપરનો વાયર આશરે ૪૦૦ મીટરમાં રહેલ આશરે ૬૦૦ કી.ગ્રા. કોપર જે એક કી.ગ્રા.ની કી.રૂ.૯૦૦ લેખે કુલ કી.રૂ.૩,૬૦,૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયેલ છે….
બીજો ચોરીના બનાવ બાબતે લાકડધાર ગામની જમીનમાં આવેલ ગ્રીનસ્ટોન ગ્રેનાઈટો પ્રા.લી. નામથી જી.વી.ટી. ટાઇલ્સ બનાવવાનુ કારખાનુ પાંચેક વર્ષથી ચલાવતા રાજુભાઇ હીરાભાઇ માલકીયા (ઉ.વ.૫૧) લાકડધાર તા.વાંકાનેર વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે
કારખાનામાં કીલન નં.ર ના ૧૭ થર્મોકપલમાં રહેલ પ્લેટીનીયમના તાર કી.રૂ.૯૩૫૦૦/- ની અજાણ્યા ચોર ચોરી કરી ગયેલ છે.
આ બંને ફરિયાદમાં કુલ રૂપિયા 4,53,500 ની ચોરીના બનાવમાં બી.એન.એસ. કલમ-૩૦૫ (એ) મુજબ ગુન્હો નોંધી પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
મોટર સાયકલ પર છુટા હાથે સ્ટંટ કરતો પકડાયો
મીલ પ્લોટ ચોક શેરી નં ચાર વાંકાનેર વાળા ઈમરાનભાઈ ગુલામભાઈ સામતાણી (ઉ.વ.19) મોટર સાયકલ GJ-13-MM-9794 વાળુ પુરઝડપે અને બેફીકરાઇથી છુટા હાથે સ્ટંટ કરી સર્પાકારે ચલાવી, પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે લાયસન્સ વગર ચલાવી નિકળતા મળી આવતા IPC કલમ. ૨૭૯, ૩૩૬ તથા MVACT કલમ-૧૭૭, ૧૮૪, ૧૮૧(૧) મુજબ પોલીસ ખાતાએ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….