વાંકાનેર: અમરસર રોડ પર આવેલ બ્રહ્મસમાજ સોસાયટીમાં અજાણ્યા વ્યક્તિઓએ રહેણાંક મકાને પ્રવેશ કરી અને દરવાજાનુ તાડુ તોડી કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અંદાજે રૂપીયા ૩૯૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો સાદો મોબાઇલ કી.રૂ. ૧૩૦૦/-ની ચોરી થયાની ફરિયાદ થઇ છે…જાણવા મળ્યા મુજબ પી.જી.વી.સી.એલ વાંકાનેર ઓફીસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા અને બ્રહ્મસમાજ સોસાયટી, અમરસર રોડ પર રહેતા દિવ્યેશભાઇ જગદીશભાઈ જાની (ઉવ. ૩૬) ફરીયાદમાં લખાવેલ છે કે અમો ત્રણ ભાઇઓ છીએ જેમા મોટાભાઇ હિતેશભાઇ જેનુ સને-૨૦૨૧ માં અવસાન પામેલ છે. જે માના લગ્ન થયેલ છે જેઓના પત્ની જાગૃતિબેન જેઓને રહેમરાહે પી.જી.વી.સી.એલ.માં નોકરી કરી રહ્યા છે. તેનાથી નાના પ્રશાંતભાઈ અને સૌથી નાનો હું છુ. અમો બન્ને ભાઇઓ અપરણીત છીએ…
ગઇ તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ હું તથા મારા પરીવારના સભ્યો રાત્રીના સમયે અંદાજે સાડા આઠેક વાગ્યે જમીને ઘરે હાજર હતા અને મારા મોટાભાઇ પ્રશાંતભાઈ જેઓ સીરામીકમાં પ્રાઇવેટ નોકરી કરતા હોય અને તેઓને નાઇટશી૫ હોવાથી કામે ગયેલ હતા રાત્રીના સાડા દસેક વાગ્યે બધા સુવા જતા રહેલ હતા. હું અમારા બે માળના મકાનના ઉપરના રૂમમાં સુતો હતો અને મારા માતૃશ્રી તથા મારા ભાભી જાગૃતિબેન તથા તેમના બાળકો ઉપરના માળે હોલમાં સુતા હતા. આ વખતે મેં અમારા મકાનના નીચેના માળે સાદુ તાડુ મારેલ હતુ.
બાદ તા. ૨૫/૧/૨૦૨૫૨૦૨૫ની વહેલી સવારના અંદાજે સાડા ચારેક વાગ્યાના અરસામાં મારા માતૃશ્રી વીણાબેન ઉઠેલ અને નીચે આવેલ ત્યારે મકાનના દરવાજામાં લગાવેલ તાડુ તુટેલ હોય જેથી ખોલી અંદર જઇ લાઇટ ચાલુ કરી જોતા ઘરમાં રૂમમાં વેરવિખેર સામાન પડેલ હતો, જેથી મારા માતૃશ્રી તરત જ ઉપરના માળે આવી મને તથા મારી ભાભીને જગાડેલ અને વાત કરેલ કે, ઘરમાં નીચે સામાન વેરવિખેર પડેલ છે કોઇ ચોરી કરવા આવેલ છે તેમ વાત કરતા હું તથા મારા ભાભી નીચે આવેલ અને જોયેલ તો ઘરના રૂમમાં તથા હોલમાં સામાના વેરવિખેર પડેલ હતો જેથી મેં તથા મારા ભાભીએ ઘરમાં તપાસ કરતા રૂમમાં કબાટમાંથી સામાન વેરવિખેર હોય જેમા લોકરમાંથી સોનાના દાગીના જેમા બુટીની જોડ-૧, સોનાનો ચેઇન-૧, ચાંદીના વરખવાળા સોનાના પાટલા -૧ જોડ તથા સોનાની માળા-૧ જોવામાં આવેલ નહી તેમજ કબાટની અંદર રાખેલ પાકીટ તેમજ કબાટ ઉપર રાખેલ ગલ્લામાંથી અંદાજીત રોકડા રૂપીયા ૧૦૦૦૦/- હોય જે ગલ્લો તોડી નાખેલ છે તેમજ ઘરમાં ફ્રીજ ઉપર એક નોકીયા કંપનીનો મોબાઇલ ફોન હોય જે ચાલુ હાલનો મોબાઇલ ફોન પણ જોવામાં આવેલ નહી જેથી મેં તથા મારા ભાભીએ આજુબાજુમાં રહેતા આડોશી પાડોશીમાં રહેતા વિશાલભાઇ મઢવી અને જયદીશભાઇ જોશી ઉઠાડીને વાત કરેલ અને આજુબાજુમાં તપાસ કરેલ હતી કુલ રૂપિયા 53300 ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધી પોલીસ ખાતાએ તપાસ શરુ કરી છે…