કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેતપરડા રોડ પર કારખાનામાં લાખોની ચોરી

દિવાલના તાર કાપી ટેબલ ઉપર હોલ કરી ખાનામા રહેલ રોકડા પોણા છ લાખ બુકાનીધારી ચોરી ગયો

વાંકાનેર: તાલુકાના જેતપરડા રોડ પર આવેલ એક કારખાનામાં કોઇ અજાણ્યા ઈસમે રાત્રીના સમયે કારખાનાની પાછળના દિવાલના તાર કાપી કારખાનામા પ્રવેશ કરી કારખાનાની ઓફીસના ટેબલ ઉપર હોલ કરી ટેબલનુ ખાનુ ખોલી ખાનામા રહેલ રોકડા રૂ. ૫,૭૫,૦૦૦/- તથા સાહેદ હાર્દિકના થેલામા રહેલ પાકીટમાથી રૂ..૫૦૦/- મળી કુલ રોકડ રૂા.૫,૭૫,૫૦૦/- ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ થઇ છે.

બનાવની વિગત મુજબ રાજકોટ રહેતા કારખાનાના માલિક નરોતમભાઇ રવજીભાઇ સરસાવાડીયાએ ફરીયાદ લખાવી છે કે ભોજપરા ગામની સીમમા જેતપરડા ગામના રોડ ઉપર એબલ ઓઈલ્સ એન્ડ એગ્રો પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીમાં ગઇ તા.૦૩/૧૧/૨૦૨૩ ના સવારના સુપરવાઝર દિવ્યેશભાઇનો ફોન આવેલ કે ઓફીસમા ચોરી થઇ હોય એવુ લાગે છે. માલિકે ઓફીસમાં જોયેલ તો ઓફીસના ટેબલ ઉપર મશીનથી હોલ પાડી ટેબલના ખાનાનો લોક ખોલી નાખેલ અને ટેબલના ખાનામા રોકડા રૂ.૫,૭૫,૦૦૦/- મજુરોના પગાર પેટે રાખેલ હતા, જે પૈસા જોવામા આવેલ નહી. કંપનીમા લેબોરેટરી કેમીસ્ટ તરીકે નોકરી કરતા હાર્દિકભાઇના થેલાની પણ ચોરી થયેલ હતી, જેમાં રહેલ પાકીટમાથી પણ રૂ.૫૦૦/પણ ચોરાયા છે.


સી.સી.ટી.વી. ફુટુજ જોતા રાતના સાડા બારે કારખાનાની પાછળની દિવાલના તાર કાપીને એક અજાણ્યો માણસ કારખાનાની અંદર પ્રવેશ કરે છે અને ઓફીસ બાજુ આવતો જોવામા આવે છે બાદમાં હાથમાં થેલો લઇને જતો જોવામા આવે છે અને આ અજાણ્યા માણસે મોઢા પર કાળા કલરનું બુકાનું બાંધેલ તથા કાળા કલરનો શર્ટ તથા ગ્રે કલર જેવુ પેન્ટ પહેરેલ સી.સી.ટી.વી.માં દેખાય છે.
ફરીયાદીએ એની રીતે ચોર પકડવા પ્રયાસ પણ કરેલા. પોલીસ ખાતાએ આઇ.પી.સી.કલમ ૪૫૭, ૩૮૦ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!