થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પલેક્ષમા બનેલો બનાવ
વાંકાનેર: હશનપર (શિકતપરા)માં રહેતા અને સાબુની ફેરી કરી ગુજરાન ચલાવતા એક શખ્સના થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પલેક્ષમા સાબુના ગોડાઉન (દુકાન)માંથી સાબુ અને ઈલેકટ્રીક કાંટો મળી કુલ રૂપિયા 34880 ની ચોરી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
બનાવની વિગત એવી છે કે શિકતપરામાં રહેતા સુરેશભાઈ કાળુભાઈ ચંદુભાઈ રાઠોડ જાતે-કાંગસીયા (ઉ.વ.૨૫) રહે. હશનપર (શિકતપરા) તા. વાંકાનેર વાળાએ ફરિયાદ લખાવેલ છે કે પોતાને થાન રોડ ઉપર જાલી બસ સ્ટેશન પાસે નવા બનેલ કોમ્પલેક્ષમા સાબુનુ ગોડાઉન (દુકાન) છે. પોતે સાબુની ફેરીઓ કરે છે. તા.૦૯/૦૧/૨૦૨૪ના સવારના દુકાનેથી માલ ભરવા ગયેલ, ત્યા જોયુ કે દુકાનમા પડેલ માલ (પીળો સાબુ) આશરે ૧૦૦૦/- કીલો કી.રૂ. ૧૮૮૮૦/- તથા ઈલેક્ટ્રીક કાંટો કી.રૂ.૧૬૦૦૦/- વસ્તુ જોવામા નહી આવતા તેમજ દુકાનમા એક દીવાલમાં મોટુ બાખોરૂ પાડેલ જોવામા આવેલ. જેથી એમને લાગેલ કે બાજુવાળાની ખાલી દુકાન ખુલી હતી તેમા કોઈ ચોર ઈસમે પ્રવેશ કરી દીવાલમા હોલ (બાખુ) પાડી દુકાનની દિવાલમા નુકશાન કરી દુકાનમા પ્રવેશી કુલ રૂપિયા 34880 ની ચોરી થયેલ છે. ફરિયાદીના નાના ભાઈ વિપુલભાઈને બજારમા કટલેરીની દુકાન છે પોલીસ તંત્રે અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે…