પોલીસ સ્ટેશનેથી
મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ સરકાર દ્વારા લોકપાલની નિયુક્તિ કરાઈ
મોરબી જિલ્લામાં મહાત્મા ગાંધી નરેગા યોજનામાં લોકપાલ તરીકે કેશવજીભાઇ અઘારાની નિયુક્તિ સરકાર દ્વારા કરવામાં આવી છે.
કેશવજીભાઇ અઘારા મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મનરેગા યોજનાની કામગીરીમાં થતી ગેરરીતિઓ, ગુણવત્તા સંબંધિત ફરિયાદ, વેતન, બેરોજગારી ભથ્થુ, કામ સંબંધિત ફરિયાદ મેળવી શકશે અને મોરબી જિલ્લાની જનતા તેઓને મનરેગા સંબંધિત ફરિયાદ મોબાઈલ ઉપર, ઇમેઈલ દ્વારા કે લેખિતમાં કરી શકશે.
કેશવજીભાઇ અઘારાનો મોબાઈલ નંબર ૯૫૧૨૦૦૧૬૧૦ છે અને તેમનો ઈમેઈલ ombudspersonmorbi @gmail .com છે. તેઓની કચેરીનું સરનામું રૂમ નં. ૧૪૮, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા પંચાયત ભવન, સો ઓરડી, મોરબી છે.
પોલીસ સ્ટેશનેથી
ટ્રાફિકના નિયમનો ભંગ:
કેરાળાના ઈંદ્રજિત રાજુભાઈ ગોસ્વામી અને મિલ પ્લોટ સરકારી ગોડાઉન પાસે રહેતા લાલજી રામેશ્વરભાઈ ચક્રે સામે ટ્રાફિકના નિયમનો ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી છે.