કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુજરાતમાં આવતા અઠવાડિયે માવઠું થવાની શક્યતા

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆારીના અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠું પડે એવી આગાહી કરતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી રહ્યો. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે એવી વાત અંબાલાલ પટેલે કરી છે. 

અંબાલાલ પટેલે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઇ જશે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચે તો પણ નવી નવાઈ નહીં. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત પણ દેખાવા જઇ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ આસમાને પહોંચી જશે. જો કે અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતાં લોકો ધ્રુજી ઉઠશે. 

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમૌસમી વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા અમી છાંટણા પડવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં ફરીથી ચિંતાનાં વાદળ ઘેરાતા જોવા મળ્યા છે. ગુજરાતમાં 22થી 26 ફેબ્રુઆરી એમ પાંચ દિવસ દરમિયાન માવઠાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!