વાહન પાછું લેવા બાબતે હુમલો
વાંકાનેર: તીથવાના આરોગ્ય ખાતામાં નોકરી કરતા કર્મચારીએ પાંચદ્વારકાના ચાર જણા ઉપર પાંચદ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાનો નદીવાળા જુના મારગે નાલા પાસે સામેથી આઇશર GJ-01-JT-7611 લઈને આવેલા શખ્સને આઇશર પાછું લેવાનું કહેતા માર માર્યાની ફરિયાદ કરી છે.
ખીજડીયા ગામમા પેટા આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા તીથવાના ફરિયાદી તૌફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારા (ઉ.વ.૨૭)એ સામાવાળા પાંચદ્વારકાના (1) ગુલામહુસેન આહમદ ખાના (2) હુસેન આહમદ ખાના (3) શાકીર ગુલામ અને (4) રજાક આહમદ ઉપર કરેલ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે સીંધાવદરથી મોરબી ખાતે પેટા આરોગ્ય કેન્દ્રની મીટીંગ હોવાથી ગાડી લઈને મોરબી જવા માટે નીકળેલ અને બપોરના પાંચદ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાનો નદી વાળા જુના મારગે નાલા પાસે વાહનની સામે આવેલ આઈશરના ચાલકને વાહન પાછુ લેવા માટે હાથને ઈશારો કરતા તે પોતાના વાહનમાંથી નીચે ઉતરીને ફરિયાદી પાસે ગાળો બોલતો હતો. ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાઈ ગયેલ અને ઢીકા પાટુનો મુઢમાર મારવા લાગેલ. આઈશરના વાહન ચાલકે કોઈને ફોન કરેલ થોડીવારમા ત્યા બીજા અજાણ્યા ત્રણ માણસો આવી ગયેલ અને આઈશરના ચાલક હુસેન આહમદ ખાનાએ ધોકો જમણા હાથ ઉપર તથા પગ પર મારવા લાગેલ અને બીજા ત્રણ માણસો મને શરીરે ઢીકા પાટુનો મુઢ માર મારવા લાગેલ
ફરિયાદીએ મોટા ભાઈ જુનેદભાઈ અબ્દુલભાઈને ફોન કરીને બોલાવેલ. ગાડી લઈને સરકારી હોસ્પીટલ સારવાર માટે આવેલ. પોલીસ ખાતાએ આ ફરિયાદ પરથી આરોપીને પકડવાની તજવીજ શરુ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો