વાંકાનેર: પરશુરામ પોટરી વિસ્તારમાં શેરીમા આવેલ હનુમાન મંદીરના ઓટા પર બેસવા બાબતે ગાળો બોલી ઇટનો ધા કરી ઇજા કર્યાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર પરશુરામ પોટરી ડો, દેલવાડીયા સાહેબના દવાખાના વાળી શેરીમાં રહેતા જમનાબેન શૈલેષભાઇ બાબુભાઇ સોલંકી (ઉવ.૪૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે હું મારા ધરે હતી આ દરમ્યાન દીકરો નીખીલ જે અમારી શેરીમા હનુમાન દાદાનુ મંદીર આવેલ છે ત્યા ઓટે છોકરાઓ બેઠેલ હોય તે બાબતે
મારા દીકારા નીખીલને આ ભોલીયા ગુગડીયાએ ગાળો બોલેલ, હુ ત્યા મંદીરે ગયેલ અને મારા દીકરાને ધરે લઇ આવેલ અને હું તથા સાસુ ઉજીબેન બન્ને ધરના મોહકા પાસે બેઠા હતા આ મીતુલભાઇ મુકેશભાઇ ગુંગડીયા અમારા ધર પાસે આવી અમોને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને ગાળો બોલવાનું કારણ પૂછતા ઇંટનો એક ધા કરતા મારા ડાબા હાથમાં કલાઈ પર વાગેલ જેથી મારા સાસુ ઉજીબેન ત્યા આવતા આ ભોલીયો મુકેશભાઇ ગુંગડીયા મારી સાસુ સાથે ભટકાયેલ જેથી તેઓ નીચે પડી ગયેલ અને ડાબા હાથની કલાઈ પર વાગેલ. વધુ દેકારો થતા શેરીના માણસો ભેગા થયેલ અને મારી દીકરી ગુણવંતીબેન, મારો દીકરો શૈલેષભાઇ તથા નીખીલભાઈ વિગેરે માણસો આવી જતા ભોલીયો તથા તેનો મોટો ભાઇ મીતુલ આ બન્ને ભાઇઓ ત્યાથી જતા રહેલ હતા અને અમો સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં આવેલ. પોલીસખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…