વિનયગઢ ગામે ધોકા વડે માર માર્યાની ફરિયાદ
વાંકાનેર: વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (45)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢવાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે; જેમાં તેણે જણાવ્યું છે કે, વિનયગઢ ગામની સીમમાં તેઓની જમીનની બાજુમાં આરોપી ચમનભાઈ રમેશભાઈની જમીન આવેલ છે અને તેના સેઢા બાબતે મનદુ:ખ ચાલતું હોય, તે બાબતનો ખાર રાખીને વિનયગઢ ગામે આવેલ રાણાભાઇ પોપટભાઈની દુકાન પાસે તેને મેરામભાઇ અને દિનેશભાઈએ પકડી રાખ્યો હતો અને સગરામભાઇ તથા રમેશભાઇએ તેને લાકડાના ધોકા વડે માર્યો હતો.
ત્યારબાદ ત્યાં સવજીભાઈ અને ચમનભાઈ આવ્યા હતા અને તેમણે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મારામારી જાનથી મારી રાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.