ઓળનો શખ્સ વરલી આંકડા લેતા પકડાયો
વાંકાનેર, ધ્રાંગધ્રા, હળવદ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા
હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અનેકવાર રજુઆત કરવા છતાં બંધ હતી. જેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયો હતો, હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય
પ્રકાશભાઈ વરમોરાએ એસટી તંત્રને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે એકમાત્ર ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ બસ છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી હતી જે
બંધ હતી, જે રાબેતા મુજબ સવારે ધાંગધ્રા થી ૭.૦૦ ઉપડશે અને આવકમાં રાજકોટ થી બપોરના ૧.૦૦ વાગે ઉપડશે તે બસ ચાલુ કરવામાં આવતા વાંકાનેર,
ધ્રાંગધ્રા, હળવદ પંથકના લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે, જેના કારણે મુસાફરોને આવક જાવકમાં સરળતા પડશે, છેવાડાના વિસ્તારોના લોકોને કાળઝાળ
ગરમીમાં નોકરી ધંધો ધર સામાન ખરીદી માટે આવવું- જવું હવે સરળ બનશે. બસ ચાલુ કરાતા ગ્રામ્ય વિસ્તારના લોકો હર્ષની લાગણી ફેલાઇ છે, આ બાબતે હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ રાજકોટ એસટી તંત્રના ડીટીઓને રજૂઆત કરી બસ ચાલુ કરાવી હતી
ઓળનો શખ્સ વરલી આંકડા લેતા પકડાયો
વાંકાનેર તાલુકાના ઓળ ગામના વાસુદેવ નભુભાઈ વિંઝવાડિયાને જામસર ચોકડી પાસેથી વરલીના આંકડા લેતા મુદામાલ 430 રૂપિયા સાથે પોલીસે પકડેલ છે.
દારૂ સાથે:
(1) વાલાસણના દાઉદ જીવાભાઈ દલપોત્રા (2) સરતાનપરના દશરથ તનાભાઇ સનોરા (3) સરતાનપરના લખમણ રાજુભાઈ સાદરીયા અને (4) સરતાનપરના ચંદુભાઈ હનુભાઈ વિંઝવાડિયા દેશી દારૂ સાથે પકડાયા છે.