વાલાસણ, વણઝારા અને તીથવા ગામનો સમાવેશ
વાંકાનેર: તાજેતરમાં ક્યાંક ઓછો તો કયાક વધારે વરસાદ પડ્યો હતો ત્યારે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ગામની એકદમ નજીક વાડા વિસ્તારમાં કડીવાર આહમદ હાજી (માજી અલાવદી સરપંચના ભાઈ)ના વાડામાં વીજળી પડતા વાડામાં રાખેલ કડબ સળગી ગઇ હતી. જ્યારે તીથવા ગામે વકાલીયા નુરા શેઠના ઘર પર સીડીરૂમ પર વીજળી પડી હતી અને મકાનમાં સારું એવું નુકશાન થયું હતું.
ખેરવા પાસે આવેલું વણઝારા ગામમાં ગામની નજીક સીમમાં વીજળી પડી હતી જેમાં મનસુખભાઈ બેચરભાઈ બાવરિયા અને વિક્રમભાઈ બેચરભાઈ બાવરિયાની વાડીએ બાજુ બાજુમાં બાંધેલા ઢોર પણ વીજળી પડી હતી તેમાંથી એક પાડીનું ત્યાં ને ત્યાં મોત થયું હતું. જ્યારે બીજી પાડીને પણ ભારે ઈજાઓ થઈ છે માહિતી મુજબ આ પાડી પણ બચી શકે તેમ નથી…
આમ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે વીજળીના ભારે ચમકારા અને કડાકા ભડાકા થતા ત્યારે તેવું લાગતું કે કયાકને કયા વિજળી પડી હશે. આમ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ જગ્યાએ વીજળી પડી છે.