માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ પર બરફની ચાદર જામી ગઈ
29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા: ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે
રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગની નવી આગાહી પણ સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થશે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે, જ્યારે વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે.
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી પારો ગગડ્યો છે. માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ હાઉસમાં પાર્ક કરેલી બોટ પર બરફની ચાદર જામી ગઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ક્રિસમસના બીજા દિવસે ઠંડી જામવા લાગી છે. રવિવાર બાદ સોમવારે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું.