એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી
NHAIનો આ ખાસ નિયમ જાણી લો
સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ લાખો સ્થાનિક રહેવાસીઓને તેમના દૈનિક મુસાફરી દરમિયાન નાણાકીય લાભ આપી રહ્યો છે.

દરરોજ દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર લાખો વાહનો મુસાફરી કરે છે અને ડ્રાઇવરોને આશરે 1,065 ટોલ પ્લાઝા પર નિયમિત ટોલ ફી ચૂકવવી પડે છે. જો કે, ઘણા લોકો જાણતા નથી કે જો તેમનું ઘર ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર હોય, તો તેઓ કોઈપણ ટોલ ચૂકવ્યા વિના મુસાફરી કરી શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓ માટે તેમના રોજિંદા ખર્ચમાંથી રાહત આપવા માટે આ સુવિધા જાહેર કરી છે.
શું છે 20 કિમીવાળો નિયમ? :-
NHAIના જણાવ્યા અનુસાર, જો કોઈ વાહન માલિકનું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીના અંતરમાં આવે છે, તો તેને ટોલ આપવાની જરૂરિયાત રહેતી નથી. તેના માટે એડ્રેસ પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, લાઇટ બિલ કે અન્ય સરકારી ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ. આ નિયમ ‘Pay As You Use’ પોલિસી હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. આ પોલિસી GNSS સિસ્ટમ દ્વારા વાહનોનું ટ્રેકિંગ કરે છે અને 24 સપ્ટેમ્બર, 2024થી ઘણા હાઇવે પર પાયલોટ બેઝ્ડ પર લાગુ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક રહેવાસી પર આર્થિક બોજ ઘટાડવાનો છે અને ડિજિટલ ટોલિંગને પ્રોત્સાહન આપવાનો છે.
કયા વાહનોને મળે છે છૂટ? :-
ટોલ પ્લાઝા પાસે રહેતા અમુક ખાસ કેટેગરીના વાહનો પર ટોલ મુક્ત રહે છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સરકારી વાહનો, પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને લશ્કરી વાહનો – આર્મી, નેવી અને એરફોર્સ – ટોલ ટેક્સમાંથી મુક્ત છે. વધુમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દ્વારા રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જોગવાઈ કટોકટી સેવાઓ માટે વિલંબ વગરની મુસાફરીને સરળ બનાવવા માટે બનાવવામાં આવી છે. સૌજન્ય: ન્યુઝ 18 ગુજરાતી
બાઇક માટે પણ નથી વસૂલવામાં આવતો ટોલ :-
ફક્ત સરકારી વાહનો જ નહીં પરંતુ ટુ-વ્હીલર ચાલકોને પણ ટોલ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. આનું કારણ એ છે કે બાઇક સડક પર ઓછો ભાર નાખે છે અને તેને FASTag ની જરૂર હોતી નથી. વધુમાં પગપાળા ચાલનારા લોકોને પણ ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવે છે. NHAI ના આ નિયમો સ્થાનિક રહેવાસીઓ, ઇમરજન્સી સેવાઓ અને હળવા વાહનોને રાહત આપવાનો હેતુ ધરાવે છે, જે મુસાફરીને સરળ અને વધુ સુલભ બનાવે છે.
