વાંકાનેર: અહીં ગાયત્રી મંદિર સામે મફતીયાપરામા બે જણાને દેશી દારૂ વેચવો હતો, પણ ગ્રાહકને બદલે પોલીસ આવી ગઈ હતી…
જાણવા મળ્યા મુજબ એક ઇસમે બદન ઉપર કાળા કલરનુ ટી-શર્ટ પહેર્યું હતું, બીજાએ સફેદ જેવો શર્ટ પહેરીને ગાયત્રી મંદિર સામે
મફતીયાપરામા એક પ્લાસ્ટીકની મોટી થેલીમા દેશી દારૂ રાખી વેચાણ કરવાના ઇરાદાથી ઉભા હતા, એ લોકો (૧) અજીત પ્રવિણભાઇ ચારોલીયા (ઉ.વ.૧૯) હાલ રહે.ગાયત્રી મંદિર સામે મફતીયાપરા વાંકાનેર મુળ રહે-ગીતાનગર પડધરી તેમજ (ર) જગદિશ ઉર્ફે મનિષ
દિનેશભાઇ ચારોલીયા (ઉ.વ-૨૦) રહે- ગાયત્રી મંદિર સામે મફતીયાપરા વાંકાનેર વાળા હતા. એમની પાસે રહેલ પ્લાસ્ટીકની થેલીમાં પોલીસે જોતા કોથળીઓ નંગ-૦૫ હતી, દરેક કોથળીને જેમની તેમ પેક કરી દારૂ લીટર-૫૦ કિં.રૂ. ૧૦,૦૦૦/-નો
પકડી પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે, આમ વેચવા ઉભેલ વેપાર તો ન કરી શક્યા, પકડાઈ ગયા….