વાંકાનેર: મહિલા પાસે બિભત્સ માંગણી કરનાર અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે…
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા તા 15/10 ના રોજ બાઇક લઈને ગયા હતા ત્યારે બાદ તે ગુમ થઈ ગયેલ હતા જેથી તેને શોધતા હતા તો પણ તેનો પત્તો લાગતો ન હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને યુવાને તેના પિતા
કેકડિયાભાઈ માવી (41) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ હતી જેથી પોલીસ ગુમ થયેલા યુવાનને શોધી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણાની સુચના મુજબ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હતા અને ગુમ થયેલા કેકડીયાભાઈના મોબાઈલ ફોનની કોલ ડીટેઇલ કઢાવવામાં આવી હતી જેમાં અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હોવાનું સામે આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી…
જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલ હતો તે વ્યક્તિને બોલાવીને પૂછપરછ કરી હતી ત્યારે તેને કહ્યું હતું કે, તેનો આ ફોન સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા વાપરે છે જેથી તેને બોલાવીને આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે સુરેશભાઈ બારીયાએ કેકડીયાભાઇ માવીની હત્યા કરીને લાશને ધોળકા પાસે તળાવમાં ફેંકી દીધી છે અને તેના બાઇકને અરણીટીંબા ગામે કૂવામાં ફેંકી દીધેલ છે તેવી કબૂલાત આપી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી હતી.
ત્યાર બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે લિયારા તાલુકો પડધરી મૂળ રહે એમપી, મેરીબાઈ સુરેશભાઈ બારીયા (29) અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે લીલાપર ગામ ખાણ વિસ્તાર મોરબી મૂળ રહે એમપી વાળાની ધરપકડ કરેલ છે અને હત્યા કરીને યુવાનને લાશનો નિકાલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ગાડી તેમજ કૂવામાં ફેંકી દીધેલ બાઇકને પોલીસે કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી મેરીબાઈ પાસે મૃતક યુવાને બિભત્સ માંગણી કરી હતી જેથી ત્રણેય આરોપીઓએ હત્યાનું કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળા ટુપો આપીને તેની હત્યા કરવામાં આવી હતી…આ બનાવમાં આરોપીઓએ હત્યાના પુરાવનો નાશ કરવા માટે મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દીધું હતું તેમજ મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં ફેંકી દીધી હતી. આટલું જ નહીં પરંતુ મૃતકના પરિવારને સુરેશભાઇ કે તેની પત્ની ઉપર કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેઓ કેકડીયાભાઇ માવી ગુમ થયેલ હતા જેથી કરીને તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા ત્યારે આરોપી પોતાની ગાડી લઈને તેની સાથે કેકડીયાભાઇ માવીને શોધવા માટે જતો હતો તેવું મૃતકના દીકરા પાસેથી જાણવા મળેલ છે. હાલમાં હત્યાના આ ગુનામાં પકડાયેલ મહિલા આરોપી સહિતના ત્રણેય આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.