જબલપુર સીસી રોડ, રોહિશાળાગામ તળાવ રીપેરીંગ ટંકારા કોર્ટમાં સીસીટીવી કેમેરા
વાંકાનેરથી રાજકોટ જવા માટેનો કુવાડવાનો રોડ મહત્વનો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર કુવાડવા રોડ બેટ સુધી મજબૂતીકરણ અને રિસરફેસિંગ માટે ટેન્ડર બહાર પડેલ છે. પ્રો. મોરબી – ગુજરાતમાં રોડ ફર્નિચર મજબૂતીકરણ,રિસરફેસિંગ માટે ટેન્ડર આમંત્રિત કરવાની સૂચના પ્રકાશિત કરવામાં આવી છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ 20/02/2025 છે, એસ્ટીમેન્ટ 12,75,49,430 રૂપિયા છે, ડિપોઝીટ 1276000 રૂપિયા છે..
ટંકારા તાલુકાના રોહિશાળાગામ તળાવ, પં. ના મજબૂતીકરણ અને સમારકામ માટે ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૩/૦૨/૨૦૨૫ (આજે) છે, એસ્ટીમેન્ટ ૮૬૫૦૫૦ રૂપિયા, ડિપોઝીટ ૯૦૦૦ રૂપિયા છે…
ટંકારા તાલુકાના જબલપુર રોડ ખાતે સીસી રોડ બનાવવા પણ ટેન્ડર બહાર પડેલ છે. મોરબી – ગુજરાત ખાતે સુવિધાપથ સામાન્ય યોજના વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ એસ.એચ. થી જબલપુર રોડ તા. ટંકારા પર જબલપુર ગામ ખાતે સુવિધાપથ સી.સી. રોડના
બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૨૭/૦૨/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૫૦૧૨૬૨૫ રૂપિયા, ડિપોઝીટ ૫૧૦૦૦ રૂપિયા છે.
ટંકારા ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ માટે સીસીટીવી કેમેરા પૂરા પાડવા અને ઉભા કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર બહાર પડેલ છે. આ ટેન્ડરની છેલ્લી તારીખ ૧૪/૦૨/૨૦૨૫ છે, એસ્ટીમેન્ટ ૧૩૪૩૯૯૦ રૂપિયા છે…