ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો





કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ હશે કે કર્મચારીએ પૂરા રૂપિયાનું પેટ્રોલ ભર્યું છે કે નહીં. જ્યારે પેટ્રોલ પંપ પર તમારી સાથે છેતરપિંડી થાય છે અને તમને તેની ખબર પણ નથી હોતી. અહીં 4 ટિપ્સ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પેટ્રોલ પંપ પર થતી છેતરપિંડીથી બચી શકો છો.
1)મીટરમાં જોવાનું છે કે રીડિંગ શૂન્ય છે કે નહીં. આ સિવાય તેલ ભરતી વખતે પણ આ મીટર પર સતત નજર રાખો જો તમે વાહનમાં બેસીને મીટર બરાબર જોઈ શકતા નથી તો વાહનમાંથી નીચે ઉતરવું વધુ સારું રહેશે. આ સિવાય જો તમે ફ્યુઅલ નોઝલ પર પણ ધ્યાન રાખો છો તો તે વધુ સારું રહેશે.
2)ઘણી વખત ભેળસેળ દ્વારા પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે, જો તમને આવી કોઇ શંકા હોય તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 મુજબ, તમામ પેટ્રોલ પંપોએ ફિલ્ટર પેપરનો સ્ટોક રાખવો જરૂરી છે અને કોઈપણ ગ્રાહકને તેની તપાસ કરાવવાનો અધિકાર છે. ટેસ્ટ કરવા માટે તમારે ફિલ્ટર પેપર પર પેટ્રોલના થોડા ટીપાં નાખવા પડશે. જો તે ડાધ રાખ્યા વિના હવામાં ઉડે છે, તો તમારે માનવું જોઈએ કે પેટ્રોલ શુદ્ધ છે. જો કેટલાક ડાઘ રહી જાય તો પેટ્રોલમાં ભેળસેળ છે.
3)ઘણી વખત પેટ્રોલ પંપ પર ગ્રાહકને છેતરવા માટે મશીન સાથે છેડછાડ પણ કરવામાં આવે છે. એટલે કે રીડિંગ વધુ પેટ્રોલનું હશે, પરંતુ તમારી કારમાં તેલ ઓછું આવશે. જો તમને આવી કોઇ શંકા હોય તો તમે પેટ્રોલ પંપ પર જ રાખેલા 5 લિટરની બરણીમાં તેલ ભરીને તમારી શંકા દૂર કરી શકો છો જો કે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જાર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
4)જો તમે ઉપર જણાવેલ કોઈપણ પદ્ધતિથી સંતુષ્ટ નથી, તો તમે પેટ્રોલ પંપ કંપનીને પણ ફરિયાદ કરી શકો છો. જ્યારે ઇન્ડિયન ઓઇલ માટે કસ્ટમર કેર નંબર 1800-2333-555 છે. જ્યારે ફરિયાદો માટે ભારત પેટ્રોલિયમનો કસ્ટમર કેર નંબર 1800224344 છે. આ ઉપરાંત, તમે આ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ જઈ શકો છો અને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.