બે પૈકી એકને 32 લાખ વળતર લોક અદાલતમાં મંજુર
રાજકોટઃ તા. ૧૪-૩-૨૦૧૬ ના રોજ રાજકોટની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લોકઅદાલતમાં દ્યણા બધા વાહન અકસ્માતથી ઉદભવેલ મૃત્યુ તથા ઇજાના વળતર સબંધી કલેઇમ કેશો મુકવામાં આવેલ જેમાં કલેઈમ કેશોમાં વળતર મંજુર કરવામાં આવેલ હતુ. જેમાં ચુડાના જુના સેજકરપર હાલ વાંકાનેરના રાતાવીરડાના 

ઇજા પામનાર લાખાભાઈ પોપટભાઈ ભામાણીના કેશ લોક અદાલતમાં મુકવામાં આવેલ અને ૩૨,૦૦,૦૦૦-૦૦ તથા તેની સાથેના વીપનભાઈના કેશમાં ૫,૦૦,૦૦૦-૦૦૦ લોકઅદાલતમાં વળતર મંજુર કરવામાં આવેલ હતુ ભોગ બનનારના અકસ્માતમાં સંડોવાયેલ વીમા કંપનીઓને ગુજરનારના વારસદારો ને તથા ઇજા પામનારાઓને તાકીદે વળતર ચુકવવા હુકમ કરેલ છે.

કલેઇમ કેશના એડવોકેટ શ્યામ જે. ગોહિલ, મૃદુલા મકવાણા, હિરેન જે. ગોહિલ, પુનીતા વેકરીયા (પટેલ), અશોક કે. લુંભાણી, દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા, એમ.અસ.ઠેબા તથા મોહીત ગેડીયા વિગેરે એડવોકેટો રોકાયેલા હતા…
