પોલીસ ગિરફ્તની બહાર નીકળી ગયા અને તેમના ફોન પણ સતત બંધ આવે છે
વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગમાં હિસાબી શાખાની કામગીરી કરતા શિક્ષક એક બીઆર સી કોર્ડીનેટર સહિત ત્રણ લોકો વિરૂદ્ધ અંતે જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરી હતી અને તેમની તપાસમાં તેમના વિભાગ હસ્તક આવતી ગ્રાન્ટમાંથી રૂ. 53 લાખની ઉચાપત થઈ હોવાનું સામે આવતા તેમાંથી આરોપી પાસેથી યેનકેન રીતે રકમની રિકવરી કરવાની કામગીરી ચલાવી હતી, જે બાદ ગત શનિવારે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જો કે તત્કાલીન ટીપીઇઓની ભૂમિકા શંકસ્પદ હોવા છતાં તેમના પર કાર્યવાહી ન કરી તેમને બચાવી લેવાયા હોવાનાં આક્ષેપ થયા હતા, બીજી તરફ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હોય તેમ પોલીસ ગિરફ્તની બહાર નીકળી ગયા છે અને તેમના ફોન પણ સતત બંધ આવે છે.
વાંકાનેર શિક્ષણ શાખામાં થયેલા ભ્રષ્ટાચારના આરોપી અબ્દુલ શેરસિયા, અરવિંદ પરમાર અને હિમાંશુ પટેલ વિરૂદ્ધ એફ.આર.આઈ.નોંધાઇ એટલે જેમને વર્ષ 2017 થી 2020 સુધી ગરીબ બાળકોને મળતા લાભો, નિવૃત થયેલા શિક્ષકોના મળતા લાભો સગેવગે કરી અંગત ખાતે જમા કરી જલસા કરતા હતા અને હવે એફ.આર.આઈ. થતા લાપતા થઈ ગયા છે અને આગોતરા જામીન મેળવવા તજવીજ કરી રહ્યા હોય એવા સમાચાર સાંપડી રહ્યા છે,એફ.આર.આઈ.નોંધવાનો પત્ર થતા બાદ રાત્રે 10.36 ની આજુબાજુ ત્રણેયના સોશિયલ મીડિયા પણ બંધ થઈ ગયા બાદ હજુ સુધી કોઈ સુધી સગડ મળ્યા નથી, વેકેશન ખુલી ગયું હોય, શાળા શરૂ થઈ ગઈ હોવા છતાં ત્રણમાંથી એકેય સ્કૂલે પહોંચ્યા નથી.
મળતી માહિતી મુજબ અબ્દુલ શેરસિયા હાલ શિક્ષકમાંથી સી.આર.સી.કો. ઓર્ડિનેટર તરિકે પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતો હોય એમની સીઆરસી કો.ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુક્તિ રદ કરી જિલ્લા પંચાયતના હવાલે મુકવામાં આવ્યા છે અને આમ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સિકંજો કસવામાં આવ્યો છે.