રાજાવડલા, પંચાસર રોડ, ગાયત્રી મંદિર સામે અને રામકૃષ્ણનગરમાં આવેલ એકમોમાં કાર્યવાહી
વાંકાનેર સીટી પોલીસે નિઓન રીફક્ટ્રી રાજાવડલાના કોન્ટ્રાકટર મોનિભાઈ મધુમંગલ રાય વિરુદ્ધ, નવા પંચાસર રોડ ઉપર આવેલ રોનક સિમેન્ટ પ્રોડક્ટના કોન્ટ્રાકટર ગુલાબભાઈ અબ્દુલભાઇ શેરસિયા વિરુદ્ધ તેમજ સોલેકસો સિરામિકના કોન્ટ્રાકટર વિશાલ વિનોદભાઈ શેઠ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત વાંકાનેર સીટી પોલીસે ગાયત્રી મંદિર સામે આવેલ કિશન બેકરીમાં બહારના માણસોને કામે રાખનાર કમલેશ મનજીભાઈ ધરોળિયા અને રાજાવડલામાં નિયોન રીફક્ટ્રીમાં કોન્ટ્રાકટ ધરવતા ધનજી ભીખા ઉઘરેજા વિરુદ્ધ જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી સાથે જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રામકૃષ્ણનગરમાં રહેતા મનુભા ભુરુભા જાડેજા વિરુદ્ધ પરપ્રાંતિય લોકોને કામે રાખી પોલીસને જાણ નહિ કરવા બદલ કાર્યવાહી કરી તમામ આસામીઓને એસ્યોર મોરબી એપમાં પરપ્રાંતિય મજૂરોની નોંધ કરવવા સબક આપ્યો હતો.
