કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી

પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવનાર વાંકાનેરના નથી

બે પકડાયા: એકની શોધખોળ

એક આરોપી પ્રિન્સ નરેશભાઈ કાકડીયા રાજકોટનો

વાંકાનેર: બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી, તે બંને ગાડીના ચાલકને પકડવામાં આવેલ છે…

વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી જે ત્રણ પૈકીની બે ગાડીમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા, સ્વિફ્ટ ગાડીમાં બોનેટ પાસે પેલેસ્ટાઇન દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો જે ત્રણેય ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે 3 એમએચ 5510, સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 તથા એક અજાણી નંબર પ્લેટ વગરની કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને હાલમાં

વાંકાનેર સિટી પોલીસે આરોપી યાસીન વલીમામદ બાયદાણી (ઉ.25) રહે. રાધે હોટલની બાજુમાં વેલનાથ સોસાયટી કુવાડવા રાજકોટ અને પ્રિન્સ નરેશભાઈ કાકડીયા (ઉ.21) રહે. પટેલ વાડી સામે પટેલ નગર કુવાડવા રાજકોટ વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે જો કે, જે ગાડીમાં પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડીના ચાલકને પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામના ઝંડાનો રંગ પણ લીલો હોય છે….

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!