રીવોલ્વર દ્વારા હવામાં ફાયરીંગ
મધ્યાહન ભોજન સંચાલિકાની સસ્તા અનાજ વિક્રેતા સામે ફરિયાદ
વાંકાનેર: તાલુકાના અરણીટીંબામાં વ્યાજે લીધેલ પૈસાની લેતીદેતીમાં એક મહિલાને દરબાર શખ્સે ધમકી આપી અને હવામાં રીવોલ્વર દ્વારા ફાયરીંગ કરી ડરાવવાનો પ્રયાસ થયાની ફરિયાદ થઇ છે.
પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદમાં ફરિયાદી રીટાબેન ગોરધનભાઈ નથુભાઈ માંડવીયા (ઉ.વ.૨૩) રે.અરણીટીંબા વાળાએ લખાવેલ છે કે પોતે અરણીટીંબા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં કામ કરે છે અને એમના પતિને મોઢાના ભાગે કેન્સર થયેલ હોય
આજથી આશરે એકાદ વર્ષ પહેલા સારવાર માટે ગામના સસ્તા અનાજની દુકાન ચલાવતા ધરમસિંહ વખતસિંહ ઝાલા પાસેથી રૂપીયા ૨૦૦૦૦ હજાર માસીક પ (પાંચ) ટકાના દરે વ્યાજે લીધેલ અને એકાદ મહીના પહેલા આ ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલાએ હીસાબ કરી કહેલ કે
‘તમારા કુલ ૩૯૦૦૦ રૂપીયા થાય છે. પરંતુ મારા ડીપોમાં રીક્ષાના ફેરાના રૂપીયા ૩૦૦૦ બાદ કરી નાખુ છુ’, આથી રોકડા ૩૬૦૦૦ રૂપીયા આપી દીધેલ હતા. આમ છતાં ગઈ કાલ રાત્રીના આશરે ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા પોતાનુ કાળા કલરનું સ્કુટી મોટર સાયકલ લઈને ઘરે આવેલ અને કહેલ કે ‘તે જે મારી પાસેથી વ્યાજે રૂપીયા લીધેલ હતા તેમાના ત્રણ હજાર રૂપીયા બાકી છે તે લાવ’ તેમ કહેતા
ગોરધનભાઈએ કહેલ કે ‘રીક્ષાના પચાસ ફેરા કરેલ છે તેનુ ભાડુ મને દીધેલ નથી અને થોડા દિવસો પહેલા જ હુ હિસાબ કરી ગયેલ છુ’. આમ છતાં ‘અત્યારે જ લાવ’ તેમ કહીને ભુંડા બોલવા લાગેલ જેથી રીટાબેને ગાળો બોલવાની ના પાડેલી’ આ ધર્મેન્દ્રસિંહે ‘તારે બહાર નિકળવાનું છે ને, હુ તને જીવતો નહીં મેલુ, તારે એક જ દિકરો છે’ કહી ધમકી આપેલ. થોડીવારમાં મુકેશભાઈ નથુભાઈ માંડવીયાના દિકરા આનંદને આ વાતની જાણ થતા તે તુરત જ તેની પાસેના ત્રણ હજાર રૂપીયા આ ધર્મેન્દ્રસિંહને દઈ આવેલ હતો.
ત્યારબાદ ગઈ કાલે સવારે હુ નિશાળે રસોઈ કામે ગયેલ હતી, ત્યારે આ ધર્મેન્દ્રસિંહનો દિકરો જયદિપસિંહ ઘરે આવેલ અને મારા પતિને કહેલ કે ‘મારા પપ્પા સાથે કેમ બોલેલ હતો?’ તેમ કહી ધમકાવેલ હતા અને કહેલ કે ‘તુ ક્યાંય નિકળી નહીં શકે, જોઈ લેજે’, તેવી ધમકી આપેલ હતી.
ફરી બપોરના આ જયદિપસિંહ પોતાની પાસેની કાળા કલરની ફોરવ્હીલ કાર નંબર ૭૧૧૧ વાળી લઈને આવેલ અને કહેલ કે ‘મારા પિતા ધર્મેન્દ્રસિંહએ પોતાની રીવોલ્વર મને આપેલ છે’ તેમ કહી પોતાની પાસેની રીવોલ્વર બહાર કાઢી હવામાં ફાયરીંગ કરેલ અને ત્યારે ફરિયાદીના ભત્રીજા કલ્પેશ તખાભાઈ તથા આનંદ મુકેશભાઈ હાજર હોય જેમાં આનંદભાઇએ કહેલ કે ‘શું કામ ફાયરીંગ કરે છે ?’
તો આ જયદિપસિંહએ કહેલ કે ‘આટલી વાર લાગે’ તેમ કહી ‘જો હવે મારા પપ્પાને કાંઈ કહ્યુ છે તો જિવતા નહીં મેકુ’ તેમ ધમકી આપી ત્યાંથી જતો રહેલ હતો. જેથી અમે મુકેશભાઈ નથુભાઈ તથા મારા કુટુમ્બીઓ- મગનભાઈ મેરામભાઈ તથા રાધાબેન રાજુભાઈ તથા સુરજભાઈ તખાભાઈ તથા સાગરભાઈ રાજુભાઈ તથા ઇંગ્લીશ કેસુભાઈને બોલાવેલ અને આ બનેલ બનાવની વાત કરેલ હતી અને ૧૦૦ નંબર ઉપર ફોન કરેલ આરોપી વિરુદ્ધ પોલીસખાતાએ ધોરણસરની કાર્યવાહી શરુ કરેલ છે.