જુના ઝઘડાની દાઝ રાખ્યાનો આક્ષેપ
વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ કરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા શેરી નં-૧ માં રહેતા કેવલભાઈ રાજેશભાઈ સુરેલા જાતે કોળી (૨૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હરેશ ઉર્ફે મુન્નો વ્રજલાલ કારીયા, સન્નીભાઈ દિલીપભાઈ કારીયા, કાલી, કિશનભાઇ રાજેશભાઈ કારીયા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે કરિયાદ નોંધાવી છે.
જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૧૭/૭ ના રોજ બપોરના ૩:૧૫ વાગ્યાના અરસામાં તે વાંકાનેરના દિવાનપરામાં પૂજા પાન પાસે હતો ત્યારે ફરિયાદીના ગ્રાહક શામજીભાઈ સાથે ઝઘડો કરેલો હોય જે બાબતની દાઝ રાખીને સામેવાળા પાંચેય શખ્સોએ વારાફરતી આવીને ફરિયાદીને ગાળો બોલીને ટાટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ