માર્કેટ ચોકમાં ધસી આવી ગાળાગાળી કરી
વાંકાનેર : વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી, તમે કેમ બધા ઉપર હાલી જાવ છો ! આજે તો હવા કાઢી નાખવી છે; કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં ચાવડી ચોક પાસે આવેલ બહુચરાજી શેરીમાં રહેતા વાંકાનેર નગરપાલિકાના માજી સભ્ય રાજ કેતનભાઇ સોમાણી જાતે લોહાણા (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સુભાષ હમીરભાઈ હણ (રહે. કુંભારપારા) વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના ઘરે હતો ત્યારે તેને કાનાભાઈ દાનાભાઈ ગમારા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે વાંકાનેરના માર્કેટ ચોક પાસે સીએનજી રીક્ષા લઈને ઉભો હતો ત્યારે વિજય કરોતરા પોલીસ જમાદારે તેની સાથે માથાકૂટ કરીને અપશબ્દ કહયા હતા અને માર માર્યો હતો તેવું ફરિયાદી પોતાના ઘરેથી વાંકાનેર માર્કેટ ચોકે આવેલ
ત્યારે વિજય જમાદાર તથા કાનાભાઈ ગમારા તે બંને ત્યાં હાજર હતા અને બીજા માણસો પણ હાજર હતા ત્યારે કાનાભાઈ સાથે વાતચીત કરી વિજયભાઈ જમાદારને તેની સાથે ખોટી રીતે બોલાચાલીને ઝઘડો નહીં કરવા અને માર નહીં મારવા માટે સમજાવ્યું હતું દરમ્યાન તેના મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને જેમાં સામેથી બોલતા વ્યક્તિએ “હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર ચાલી જાવ છો જેથી ફરિયાદીએ જવાબ આપતા તેને કહેલ કહે “તો ફેસ ટુ ફેસ હવા કાઢવી હોય તો થઈ જાવ. ત્યારે ફોન ઉપર વાત કરતા શખ્સ કહ્યું હતું કે “અમારા જમાઈ સાથે શું કરવા ઝઘડો કરો છો તમે માર્કેટ ચોકમાં છો ને હું ત્યાં આવું છું” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો અને થોડીવાર બાદ જ્યારે ફરિયાદી ટાઉન હૉલ પાસે બેઠા હતા ત્યારે ત્યાં હમીર ભગતનો છોકરો સુભાષ હમીરભાઈ હણ આવ્યો હતો અને તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને અમારા જમાઈ વિજયભાઈ જમાદારને ફરી ક્યારેય કાંઈ કીધું છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ત્યારે ફરિયાદી અને આરોપીની વચ્ચે બોલાચાલી અને ઝઘડો થવા લાગતાં ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા જેથી કરીને સુભાષ હમીરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો હાલમાં ભોગ બનેલા પાલિકાના માજી સભ્ય દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.