કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમરસરમાં કચરો ફેંકવા બાબતના ઝઘડામાં ત્રણ આરોપીને જેલ સજા ફટકારાઇ 

એક આરોપીને એક વર્ષની અને બે આરોપીઓને છ-છ મહિનાની કેદ અને દંડની સજા

વાંકાનેર તાલુકાના અમરસર ગામે વર્ષ 2012-13માં કચરો ફેંકવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં સાત આરોપીઓ દ્વારા હુમલો કરવાના કેસમાં નામદાર વાંકાનેર અદાલતે ત્રણ આરોપીઓને અનુક્રમે છ માસથી એક વર્ષની સજા ફટકારતો હુકમ કરી દંડ ફટકારતો હુકમ કર્યો હતો. 

 આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2012માં વાંકાનેર તાલુકાના અમરસર ગામના રહેવાસી વિનોદભાઈ ભલાભાઈ ચાવડાની પુત્રી કચરો ફેંકવા જતા આરોપી વજુ કરશન તેમજ તેમના પરિવારના સાત ઈસમો દ્વારા ઝઘડો કરી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાઈ હતી.

જે અંગેનો કેસ વાંકાનેરના એકઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ આત્મદીપ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા મેડિકલ પુરાવાઓ અને જુબાનીને આધારે આરોપી વજુભાઇ કરશનભાઈને આઇપીસી 324માં એક વર્ષની કેદ અને 5000 રૂપિયા દંડ તેમજ આરોપી અશોક મોહન નગવાડીયાને છ મહિનાની સજા તેમજ રૂ.2000 દંડ અને કરશન ધુળાભાઈ નગવાડીયાને છ મહિનાની સજા અને રૂ.2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ફરિયાદીને રૂ.5000 વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારપક્ષે વકીલ સંજય બી,સોલંકી રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!