વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં ઇજા
વાંકાનેરના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી અને દેશી દારૂના જથ્થા સાથે વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ૩ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજા બનાવમાં વઘાસીયા ટોલનાકા પાસે આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં ઇજા થઇ હતી

મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન તરકિયા ગામની સીમમાં બાતમીના આધારે શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ગરમ આથો લીટર-૨૦૦ કી.રૂ.૫૦૦૦, ઠંડો આથો લીટર-૨૦૦ કી.રૂ.૫,૦૦૦, દેશી દારૂ લીટર-૬૦૦ કી.રૂ.૧,૨૦,૦૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કીં.રૂ. ૧,૩૦,૧૫૦ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો વિજય ભુપતભાઈ મકવાણા, વિપુલ ભુપતભાઈ મકવાણા અને વિશાલ રવજીભાઈ મકવાણાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં ઇજા
વઘાસીયા ટોલનાકા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા રમેશભાઈ જીવાભાઈ વીરસોડિયા (ઉ.50) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ આધેડને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે…