જાલસિકાના ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ
વાંકાનેર: થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…
જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધાંગધ્રા ખાતે જનતા જીન પાસે રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા જોગીન્દ્રસિંહ ગુરમુખસિંહ ટાંક જાતે શીખ સરદારજી (29) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેંદ્રસિંઘ બીશનસિંઘ બગ્ગા રહે. વાંકાનેર, જીતસિંઘ પ્રધાનસિંધ ટાંક રહે. ધાંગધ્રા અને બહાદુરસિંઘ કરતારસિંધ ભાદા રહે. ચુપણી મુળ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે,
ફરિયાદી તથા સાહેદો હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ભૂંડ પકડવા માટે આવ્યા હતા ત્યારે મહેંદ્રસિંઘ બગ્ગાએ પોતાના હવાલા વાળી ગાડી ફરિયાદીની ગાડીમાં અથડાવી હતી અને તેઓના વાહનમાં નુકસાની કરી હતી ત્યારબાદ ત્રણેય આરોપીઓએ ભૂંડ પકડવા તેમજ અરજી પાછી ખેંચી લેવા બાબતે ફરિયાદી તથા ત્રિલોક અને બલદેવ સાથે બોલાચાલી, ઝઘડો કર્યો હતો અને ધોકા વડે માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા સાહેદો વચ્ચે પડતા તેઓને પણ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને બલદેવને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મારામારીના આ બનાવ સંદર્ભે વળતી ફરિયાદ લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
જાલસિકાના ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ
વાંકાનેર તાલુકાનાં જાલસિકા ગામે મચ્છુ નદીમાં તા 1-9-2024ના રોજ તણાઇ જવાથી ભાવેશભાઈ રાવતભાઈ ડાંગર નામના વ્યક્તિનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચુકવવાનો હુકમ થયેલ હતો જેથી કરીને વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તેના પરિવારને 4 લાખની સહાયનો ચેક આપવામાં આવેલ હતો ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ અધિકારી અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.