ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચેનો બનાવ
વાંકાનેર: ૦૯/૦૮/૨૦૨૫ ના ત્રણ જણા મોટરસાયકલ લઈને મકનસરથી ચોટીલા દર્શન કરવા માટે જતા હતા ત્યારે ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચે સામેથી એક ફોરવ્હીલ ગાડી રોંગસાઇડમા આવીને મોટરસાયકલ સાથે ભટકાડી દેતા ત્રણેયને ઇજા થઇ હતી…
જાણવા મળ્યા મુજબ મકનસરના વિશાલભાઇ અશોકભાઇ વરાણીયા જાતે.કોળી (ઉ.વ.૧૯) ફરિયાદમાં લખાવેલ છે કે ગઈ તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ સવારના હું, 
મારા મામા મહેશ શંકરભાઈ ખાભલીયા તથા મારો મીત્ર કિશન છગનભાઈ સરવૈયા ઉ.વ.૧૨ એમ ત્રણેય મોટરસાયકલ રજી.નં. GJ-36-AQ-6223 વાળુ લઈને મકનસરથી ચોટીલા દર્શન કરવા માટે જતા હતા અને 
મહેશભાઇ મોટરસાયકલ ચલાવતા હતા. વાંકાનેર ચંદ્રપુર પાટીયાથી કેરાળાના બોર્ડની વચ્ચે સામેથી એક ફોરવ્હીલ ગાડી GJ-13-AM-3063 રોંગસાઇડમા આવીને અમારા મોટરસાયકલ સાથે ભટકાડી દેતા અમો 
ત્રણેય મોટરસાયકલ સહિત નિચે પડી ગયેલ અને અમને ઇજાઓ થયેલ હોય ૧૦૮ એમ્બુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પીટલ લઈ ગયેલ જ્યાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે 
રાજકોટ રીફર કરેલ પોલીસ ખાતાએ ચાલક સામે ધોરણસરની ફરીયાદ ગુન્હો બી.એન.એસ.કલમ-૨૮૧,૧૨૫ એમ.વી.એકટ કલમ ૧૭૭ ૧૮૪ મુજબ નોંધેલ છે….
