વાંકાનેર: સમગ્ર રાજકોટ જિલ્લામાં વાંકાનેરના વેદાંત કાનાબારે સીએની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરેલ છે ત્યારે વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી વિનોદભાઈ કાનાબારના પૌત્ર જે ધરતી ઑઈલ મિલ વાળા જીગ્નેશભાઈ કાનાબારના પુત્રને શુભેચ્છા મળી રહી છે.

ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂત પરિવારના પુત્ર ખુરશીદ ગનીભાઈ માથકીયાએ CA Final – May 2025 જેવી અઘરી અને સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે. સંપૂર્ણ પરિણામોમાં પાસ રેટ માત્ર 18.75% હોવા છતાં ખુરશીદભાઈએ આ પડકારને સામનો કરીને ઉજળી સફળતા હાંસલી છે. તેમની આ સિદ્ધિ સમાજના દરેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના યુવક દુર્વેશઅલી ઈસ્માઈલભાઈ કડીવારે ICAI દ્વારા આયોજિત CA Final May 2025 પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. દુર્વેશઅલી એક ખેતી આધારિત પરિવારથી આવે છે, તેમના પિતા શાકભાજીનું કામ કરે છે.
કમલ સુવાસ ન્યુઝ તરફથી ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામનાઓ…
