વાંકાનેર: નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા પાસે જાહેરમાં નોટ નંબરીનો નશીબ આધારીત રૂપીયાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસ ખાતાએ પકડેલ છે
આ અંગે પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર નેશનલ હાઈવે જીનપરા જકાતનાકા રાજ એન્ટરપ્રાઈઝ પાસેથી ત્રણ ઇસમો જાહેરમાં સામસામા બેસેલ હોય જેમાં એક ઇસમ પોતાના હાથમાં ચલણી નોટની ઘડી વાળી બીજો ઇસમ પોતાના હાથમાં ચલણી નોટોની થપ્પી રાખી નોટમા નંબર દેખાડી ત્રીજો
ઈસમ રૂપીયા એકબીજા સાથે વ્યવહાર કરતો અને હારજીતનો નસીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા જોવામા આવતા (૧) દિપકભાઈ બીપીનભાઈ નરસાણા (વાણીયા) (ઉ.વ.૩૬) ધંધો-વેપાર રહે. ભાટીયા સોસાયટી બ્રાહ્યણની ભોજનશાળા પાછળ (૨) મીતેશભાઈ કિશોરભાઈ રાજવીર (લુવાણા) (ઉ.વ.૨૮) ધંધો-વેપાર રહે. ભાટીયા સોસાયટી લાલાના માવાવાળી શેરી વાળો અને ત્રીજા એક શખ્સને પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે
કાર્યવાહી પોલીસ પો.કોન્સ જનકભાઈ વલ્લભભાઈ ચાવડા વાંકાનેર સીટી, પો.હેડ.કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કિડીયા દ્વારા કરવામાં આવી હતી
દારૂ સાથે:
(1) નવાપરા શેરી નં 3 ના રાજેશ ઉર્ફે ખોડાભાઈ ખેંગારભાઈ બાવળીયા (2) માટેલના ભરવાડ વિપુલ રાઘવભાઈ ડાભી (3) લિંબાળાની ધાર પાસે સાયરાબેન ઉમેદભાઈ રાજા અને (4) ઢુવા ગામની સિમ સનહાર્ટ સીરામીક પાસે ઝુંપડામાં રહેતા હરેશ સોમાભાઈ માથાસુરીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
પટેલ વાડી પાછળ રહેતા કિશોર ઉર્ફે ટારઝન ખુશાલભાઈ સોલંકી (લુહાર) પીધેલ પકડાયા