ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી ઝડપાયો
વાંકાનેરમાં દેશી દારૂ સાથે અલગ અલગ જગાએ ત્રણ આરોપીને પોલીસ ખાતાએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
આરોપી રાજુભાઇ બધાભાઇ કોંઢીયા પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રોડ પર આવેલ રાજલ કારખાનાની બાજુમાં રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. બીજા બનવમાં આરોપી કિશોરભાઈ ઉર્ફે ટારજન ખુસાલભાઈ સોલંકી નવાપરા વાસુકીદાદાના મંદીર પાસે રૂપિયા ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. ત્રીજા કિસ્સામાં વાંકાનેરમાં આરોપી ભરતભાઇ પોપટભાઇ દેલવાણીયા પંચાસીયા-અદેપર રોડ ઉપર આવેલ બ્રાઉનીયા પેપર મીલ પાસે સરકારી ખરાબામા ખુલ્લી જગ્યામા રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો. વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી સીટી પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલા અશોક ભરતભાઇ ગોરૈયા અને બાબુ ઉર્ફે જુગો પ્રેમજી નગવાડિયાને ઝડપી લઈ રૂપિયા 20 હજારની કિંમતના બાઈક સહિત રૂ.20375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ફરાર ગુન્હેગાર ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ મથક, વાંકાનેર તાલુકા પોલીસ મથક અને રાજકોટ શહેરના ચાર જેટલા ઇંગ્લિશ દારૂના ગુનામાં સાત માસથી ફરાર આરોપી વિજય છેલા ભાઇ મીર મોરબીની રવિરાજ ચોકડી નજીક થી એલસીબી હાથે ચડી ગયો હતો, જેથી મોરબી એલસીબી દ્વારા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ મથકને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.