બે ટંકારાના એક મોરબીના
વાંકાનેર: ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં ત્રણ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે, જેમાં બે ટંકારાના અને એક મોરબીના છે….

જાણવા મળ્યા મુજબ ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં (1) ટંકારા ખારા વિસ્તાર કલ્યાણપુર રોડ પર રહેતા અશરફ કરીમભાઇ રફાઈ (2) ટંકારાના જ ખારા વિસ્તાર કલ્યાણપુર રોડ પર રહેતા જુમાભાઈ સુલેમાનભાઈ રફાઈ અને 

(3) મોરબી બિલાલી મસ્જિદ પાસે વિસીપરામાં રહેતા નિઝામ ફકીરમામદભાઈ રફાઈ ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ. ૧૦,૩૦૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે, કાર્યવાહી પો.કોન્સ વાંકાનેર સીટી પો.સ્ટેના દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
પ્રક્રિયા અધૂરી છોડશો નહીં
