કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

તીથવા કોળીવાસમાં જુગાર રમતા ત્રણ પકડાયા

માટેલ-શેખરડીના શખ્સ સર્પકારે વાહન ચલાવતા

વાંકાનેર: તીથવા ગામે કોળીવાસમાં જુગાર રમતા ત્રણ આરોપીને અને નશો કરી વાહન ચલાવતા માટેલ તથા શેખરડીના આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ આરોપીઓ (૧) જીવણભાઈ દેવજીભાઈ મેસરીયા (ઉ.વ.૩૮) રહે. વાંકાનેર નવાપરા નીશાળની સામે (૨) ગોંવિદભાઈ સંધાભાઈ મેસરીયા (ઉ.વ.૩૦) રહે. તીથવા ધાર લાલશાનગર તથા નં (૩) મગનભાઈ કરશનભાઈ સાથલીયા (ઉ.વ.૫૦) રહે. તીથવા ધાર લાલશાનગર

જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૨૫૧૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨ મુજબ નોંધેલ છે, કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ લોકરક્ષક કિશનભાઈ ધીરૂભાઈ મેર, એ.એસ.આઈ. ચમનભાઈ ડાયાભાઈ ચાવડા તથા ભૌતીકભાઈ વિનુભાઈ દ્વારા કરવામાં આવી હતી….

માટેલ-શેખરડીના શખ્સ સર્પકારે વાહન ચલાવતા
વાંકાનેર તાલુકાના માટેલના વાલજીભાઈ ગોંવિદભાઈ વિંજવાડીયા (60) માટેલ ગામના પાધરમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના હવાલાવાળુ હીરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ રજી. નંબર GJ-03-HC-1407 કી.રૂ.૫૦,૦૦૦/- વાળુ જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા અને શેખરડીના લલિત કાનાભાઇ ગોળીયા (33) હુન્ડાઈ કંપનીની એકસ્ટાર કાર રજી. નંબર GJ-03-PA-7347 કી.રૂ.૫,૦૦,૦૦૦/- વાળી ગારિયા ગામના પાટિયા પાસે જાહેર રોડ ઉપર ડ્રા. લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નિકળી મળી આવતા બંને આરોપી સામે ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫(૩) ૧૮૧ તથા પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧) બી મુજબ નોંધાયો છે…

 

Content Copying Forbidden !!

error: Content is protected !!