સરાયા ગામે બહુચર માતાજીના મંદિરમાં સોના-ચાંદીની વસ્તુઓની ચોરી
ટંકારા: તાલુકાના નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢે ઝાડ નીચે કંટાન પાથરી ત્રણ ઇસમો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે…..
જાણવા મળ્યા મુજબ નસીતપર ગામની સીમ ફુલવાડી તરીકે ઓળખાતી વાડીના સેઢેથી (૧) મોસીનભાઇ અબ્દુલભાઇ રાઠોડ (ઉ.વ. ૩૩) રહે. હાલ મોરબી લાતી પલોટ શેરી નં-૪ તા.જી.મોરબી મુળ મોરબી સુપર ટોકીઝ રોડ, મહેન્દ્રપરા શેરી નં-૨૧ વાળો (૨) આશીતભાઈ દિનેશભાઇ પસાયા (ઉ.વ. ૧૯) રહે. હાલ નસીતપર ગામ અશોકસિંહ ઝાલાની વાડીમાં તા.જી.મોરબી મુળ ગામ ગાંગેડી ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ વાળો અને (૩) અકીલજાવેદ અબ્દુલભાઇ ચૌહાણ જાતે સિપાઇ ઉ.વ. ૨૮ રહે. મોરબી મહેન્દ્રપરા શેરી નં-૨૦ તા.જી.મોરબીવાળો રોકડ રૂપીયા-૫ ૯૦૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડેલ છે તેમની સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધેલ છે, કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશનના અના.પોલીસ કોન્સટેબલ તેજાભાઇ આણંદભાઈ ગરચર, એ.એસ.આઈ. ભાવેશભાઈ વરમોરા, પો..કોન્સ. કૃષ્ણરાજસિંહ ઝાલા તથા પંકજભાઈ ગુઢડા દ્વારા કરવામાં આવી હતી…
સરાયા ગામે બહુચર માતાજીના મંદિરમાં સોના-ચાંદીની વસ્તુઓની ચોરી
ટંકારાના સરાયા ગામે જુના ગામ વિસ્તારમાં રામજી મંદિર પાસે આવેલા બહુચર માતાજીના મંદિરે મોડી રાત્રે ચાર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે ગામના અમરશીભાઈએ જણાવ્યું કે ચાર ચોર હતા. તેઓએ ચેન, જુમર, બુટીયું સહિતની વસ્તુઓ ચોરી હતી. જેમાં 2 તોલા જેટલું સોનું અને 1 કિલોથી વધુ ચાંદી હતું. તસ્કરોએ મંદિરમાં ચોરીને અંજામ આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…