વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા ત્રણ જુગારીની રોકડા રૂપીયા 15,100 સાથે ધરપકડ કરીને ગુનો દાખલ કરાયો છે.
જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની દ્વારા વાંકાનેર સીટી પીઆઈ કે.એમ છાસીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હતા તે દરમ્યાન સ્ટાફના ધર્મરાજભાઇ ગઢવી તથા પ્રતિપાલસિંહને ખાનગીરાહે બાતમી મળેલ કે, વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા અમુક ઈસમો ગંજીપત્તાના પાના અને પૈસા વડે જુગાર રમે છે
તેથી સ્ટાફે ત્યાં પહોંચીને રેડ ગોપાલ દેવાભાઇ ગમારા જાતે ભરવાડ (ઉ.વ.34) રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નંબર-4, સુનીલ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા (ઉ.વ-32) રહે.વાંકાનેર ગાયત્રી મંદીર સામે મફતીયાપરા અને નરેશ રઘુભાઇ સારેસા (ઉ.વ.42) રહે. આંબેડકરનગરની સ્થળ ઉપરથી રોકડા રૂપીયા 15,100 સાથે ધરપકડ કરીને જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો છે.આ રેડની કામગીરી યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી દ્રારા કરવામાં આવી હતી.