વાંકાનેર: બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.



જેમાં વાંકાનેર ના 45 બાળકો એ ભાગ લીધો હતો.બાળકોને યોગા, અને મેડીટેશન શીખવવા માં આવ્યું. મોબાઈલથી થતા નુકસાન વિશે સમજ આપવામાં આવી હતી. સાથે સાથે પરીક્ષાનો ભય કેવી રીતે દૂર કરવો અને મન ને એકાગ્ર કેમ કરવું એની પણ સમજ આપવામાં આવી હતી. એક દિવસ ટ્રાફિક સિગ્નલો ની સમજૂતી આપી ને એના વિશે ચિત્રો પણ દોરવામાં આવ્યા હતા.



