બુધ, ગુરુ , શુક્ર પવન સુસવાટા નાખશે: હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે. પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલ પણ ઠંડીમાં ઠુંઠવાશે. હવામાન વિભાગ મુજબ 24 ક્લાકમાં લઘુતમ તાપમાન ૩ ડિગ્રી સુધી ઘટી. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25 જાન્યુઆરી સુધી 10 દ્દિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ત્રણ દિવસ સીઝનની સૌથી વધુ ટાઢ પડવાની છે માટે સંભાળજો.