ઠેસ આવતા, પેટમાં દુઃખાવો ઉપડતા અને દીવાલ પડતા યુવાનનું મોત
આધેડને પગથિયાં ચડતી વખતે ઠેસ આવતા મોત
વાંકાનેર : વાંકાનેર દિવનપરાના રણજીતપરામાં રહેતા ભરતભાઇ નરસીભાઈ સોલંકીને ઘેર પગથિયાં ચડતી વખતે પગમાં ઠેસ આવતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદની પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડતા મોત
વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિશિપરામા આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી નામના પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
દીવાલ પડતા યુવાનનું મોત
વાંકાનેર : વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની જીઇબી ઓફીસ પાસે અકસ્માતે દીવાલ ધસી પડતા વાંકાનેર મામલતદાર કચેરી પાછળ રહેતા અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ ઉ.18 નામના યુવાનનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો