વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક દરોડો પાડી સાદી રેતીની ખનીજ ચોરી કરવા સબબ ત્રણ ડમ્પર વાહન ઝડપી લઈ ખનીજ ચોરી મામલે કાયદાકીય કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વહેલી સવારના સમયે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઇઝર મિતેષ ગોજીયા દ્વારા ચેકીંગ કરવામાં આવતા વાંકાનેર તાલુકાના મેસરીયા ખાતેથી ડમ્પર નંબર (1) GJ-13-AW-6451 (2) GJ-03-BZ-4549 અને (3) GJ-03-BV-6748 વાળા ડમ્પરોમા સાદી રેતી ખનીજનાં રોયલ્ટી પાસ વગર લઈ જવાતી હોય ત્રણેય ડમ્પર પકડી પાડી સીઝ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ હતા.