ભાટીયા સોસાયટીના નાકે અને બ્રહ્મસમાજ સોસાયટી પાછળ પોલીસ કાર્યવાહી
વાંકાનેર: સીટી પોલીસે ભાટીયા સોસાયટીના નાકા પાસેથી ત્રણ જણાને વર્લીફીચરના આંકડા લખવા બાબતે અને નવા રાજાવડલા માર્ગ બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલ્વે ગરનાળાની બાજુમાં આવેલ વાડીની બાજુમામાં ખુલ્લા ખરાબામાં જુગાર રમવા અંગે પાંચ જણાને પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર ભાટીયા સોસાયટીના નાકા પાસેથી પકડાયેલ (1) સદામભાઈ અલાઉદિનભાઈ અંસારી (ઉ.29) રહે. ભાટીયા સોસાયટી ભુતનાથ શેરી (2) મુકેશભાઈ મનુભાઈ કુમખાણીયા (ઉ.40) આરોપીઓ તથા 
નહી પકડાયેલ (3) સંજય દેવકરણભાઈ ડેડાણીયા બ્રામણ શેરી જીનપરા આરોપીએ જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂા.૧૩૮૦/-તથા એક મોબાઈલ ફોન કી.રૂ.૨૫૦૦/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ.૩૮૮૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ નોંધાયો છે. કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. દર્શીતભાઇ ગીરીશભાઈ વ્યાસ તથા પો.કોન્સ હિતેન્દ્રસિં હ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી હતી….
બીજા બનાવમાં જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલા માર્ગ બ્રહ્મસમાજ સોસાયટી પાછળ રેલ્વે ગરનાળાની બાજુમાં આવેલ વાડીની બાજુમાં ખુલ્લા ખરાબામાં બ્લબના અંજવાળામાં આરોપીઓએ ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૬,૭૦૦/-સાથે મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.હેડ કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ રાણીંગ ભાઈ નાજભાઇ ખવડ, હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, દર્શીતભાઈ ગીરીશભાઇ વ્યાસ તથા જગદીશભાઇ રમેશભાઈ રંગપરા દ્વારા કરવામાં આવી હતી, આરોપીઓના નામ નીચે મુજબ છે….
(1) મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉ.59) રહે. જીનપરા, વાંકાનેર (2) રફીકભાઈ અબુભાઇ કાફી (ઉ.40) રહે, ખોજાખાના શેરી (3) પ્રવિણભાઈ મૂળજીભાઇ ગેડીયા (ઉ.49) રહે, આંબેડકરનગર (4) જયેશભાઇ ઉર્ફે ભુરાભાઇ હરગોવીંદભાઈ મજેઠીયા (ઉ.49) રહે.આંબેડકરનગર અને (5) મહમદભાઇ કરીમભાઈ લાખા (ઉ.31) રહે, લક્ષ્મીપરા મેઇન રોડ
