છોટા હાથીએ મોટર સાયકલને હડફેટે લઈ ઠોકર મારેલ
વાંકાનેર: કાલે રાતીદેવરી પાસે થયેલ અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત રાજકોટ દવાખાનામાં અને ફરિયાદ નોંધાઈ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં ૫ માં રહેતા જહાગીરભાઈ જમાભાઈ દલ (ઉ.વ.૨૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૪/૦૪/૨૦૨૫ ના સવારના હુ મોટર સાયકલ રજી નબર GJ36AG8905 વાળુ લઇને ટંકારા ખાતેથી મારી મોટી બહેન સલમાબેન આશીફભાઇ ભુંગર તથા મારી ભાણેજ અલીના આશીફભાઇ ભુંગર (ઉ.વ.૫) વાળી લઇને મોટર સાયકલમા બેસાડી વાંકાનેર ખાતે આવવા માટે નીકળેલ અને રાતીદેવરી ગામ પાસે આવેલ H.P. ના પેટ્રોલ પંપ પાસે
એક છોટા હાથી વાહન GJ 36-V-3644 વાળો પુરઝડપે અ ને ગફલત ભરી ચલાવી પાછળથી મારા મોટર સાયકલને હડફેટે લઈ ઠોકર મારતા રોડ પર પછડાયેલ અને અમો ત્રણેય જણાને ઇજા થયેલ. અમને સરકારી દવાખાને સારવારમા લઇ ગયેલ હતા ત્યા મારા પિતાજી જુમાભાઈ, મારી માતા હમીદાબેન, મારા મોટાબાપુનો દીકરો જાવીદભાઇ, જાવીદભાઇનો મીત્ર રમીઝભાઈ તથા મારા મોટાબાપુ અલીભાઇ એમ બધા આ બનાવની જાણ થતા દવાખાને આવી ગયેલ હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે લાવેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….