વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામ પાસે ગઈકાલે રાત્રે જીજે – 36 – L – 4438 નંબરની ઇનોવા કાર બીજલભાઈ રઘુભાઈ માંડાણીના ટ્રેકટર પાછળ ઘુસી જતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા રવિભાઈ, રામભાઈને તેમજ ટ્રેકટર ચાલક બીજલભાઈને ઇજાઓ પહોચતા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર – માટેલ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં બે યુવાનને વિદેશી દારૂની 23 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર – માટેલ રોડ ઉપરથી મૂળ ચોટીલાના મનડાસર ગામના વતની અને હાલમાં સરતાનપર પાસે બફિટ સીરામિકમાં નોકરી કરતા વિજય ધીરુભાઈ ગઢાદરા નામના યુવાનને ઓલ સિઝન ગોલ્ડ વ્હીસ્કીની આઠ બોટલ કિંમત રૂપિયા 4800 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં બાફીટ સીરામીક પાસેથી જ લીમડીના દોલતપર ગામના સંજય બળદેવભાઈ મેણીયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 5 બોટલ અને ઓલસીઝન ગોલ્ડ દારૂની 10 બોટલ મળી કુલ 15 બોટલ કિંમત રૂપિયા 7875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.