ડબ્બલ સવારી બાઈકનું એક્સીડંટ: ગારિયાના શખ્સ સાથે મારામારી
વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા અવિનાશ સુબેસિંગ સવરણિત (૨૫) અને રાજેશ ધીરેનસેન સવરણિત (૨૩) રહે.બંને ઇવોસ સિરામિક નજીક સરતાનપર રોડ વાંકાનેર હાઇવે જી.મોરબી વાળાઓને ઇજાઓ પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા
અને બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે અવિનાશ અને રાજેશ બંને ડબલ સવારીમાં બાઈકમાં જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે બંનેને જાંબુડીયા પાવર હાઉસ સામેના ભાગે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં હડકેટે લીધા હતા જે બનાવમાં બંનેને ઇજા થતા સારવારમાં દવાખાને લાવવામાં આવ્યા હતા અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે.
અકસ્માતમાં ઇજા
બીજો બનાવમાં મોન્ટી પ્રદીપભાઈ (૨૨) રહે. સરતાનપર વાળાને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે
મારામારી
મારામારીના બનાવમાં વાંકાનેરના ગારીયા ગામે આવેલા આઇએચએલ લોજિસ્ટિક ખાતે રહેતા શિવદાસ જૈવીનભાઈ મિસ્ત્રી નામના ૪૦ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમ તાલુકા પોલીસસુત્રોએ જણાવેલ છે. આ બનાવ રફાળેશ્વર ગામે આવેલા ખોડીયાર માતાના મંદિર પાસે બન્યો હતો.
ગૃપમાં કઈ રીતે જોડાશો?
આ સમાચાર તમારા ગૃપમાં કઈ રીતે મોકલશો?