ભયના ઓથાર નીચે જીવતા લોકો
વાંકાનેર: શિયાળાની ઠંડીની શરૂઆત થતા જ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે, જેમાં વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ધાર પાછળ વાડીમાં એકસાથે ત્રણ દિપડા ઘૂસી આવી એક વાછરડાનું મારણ કર્યું હતું. જ્યારે બીજા વાછરડા પર હુમલો કરે તે પહેલાં તેને આજુબાજુના લોકોએ બચાવી લીધું હોવાની માહિતી મળી રહી છે…
આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના મહિકા અને હોલમઢ વચ્ચે આવેલી કાબરાની ઢાર પાછળ ઘેલાભાઈ ભરવાડની વાડીમાં બાંધેલા વાછરડાઓ પર ગઇકાલે એક સાથે ત્રણ દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડાનું મારણ કર્યુ હોય તેવામાં વાડીની આજુબાજુના લોકો આવી જતા પહોંચતા દીપડાઓ ભાગી છૂટ્યા હતા, જેથી સદનસીબે બીજું વાછરડું બચી ગયું હતું. આ વિસ્તારમાં એક સાથે ત્રણ દીપડાએ આતંક મચાવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પાલતુ પ્રાણીઓ પર જોખમ વધી ગયું છે ત્યારે પંથકના ખેડૂતો તથા પશુપાલકો દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પુરવા કામગીરી હાથ ધરવા માંગ કરવામાં આવી છે…