કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જેસીબી ખરીદીના 15 લાખ ઓળવી ગયાં

રસીકગઢના વેપારીને છેતરનાર વધુ ત્રણ જેલ હવાલે

જોબ વર્કના બહાને 48 લાખની છેતરપિંડી કરી હતી

પહેલા બે આરોપી જેલ હવાલે થયા હતા: આરોપીઓ પાલનપુર, સુરત અને રાજસ્થાનના

વાંકાનેર: તાલુકાના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસે જુદીજુદી બેન્કના જુદાજુદા એકાઉન્ટમાં ક્રમશઃ 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ ન હતા જેથી ભોગ બનેલા યુવાને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી તેના આધારે આ ગુના વધુ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા (ઉ.38)એ મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ટેલીગ્રામ Ragavi (@Ragavi09612436) ના યુઝર, ટેલીગ્રામ એકાઉન્ટ Customer Care @Customer_Care_Expereince) ના યુઝર, વોટસએપ નંબર +91 84013 12617 ના યુઝર, જુદાજુદા 7 યુ.પી.આઈ આઇ.ડી. ના ધારકો તેમજ સિટી યુનિઓન બેન્ક, ઈન્ડિયન બેન્ક, ફેડરલ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, કેબીએલ બેન્ક અને બીઓબી બેન્કના જુદાજુદા 19 એકાઉન્ટના ધારકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી હતી અને તેમાં ફરિયાદીને ઘરે બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ક્રમશઃ તેની પાસેથી 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું જે રૂપિયા

પાછા આપવામાં આવ્યા ન હતા જેથી યુવાને વિશ્વાસધાત અને છેતરપીંડીની ફરિયાદ કરી હતી. જે ગુનામાં પહેલા બે આરોપીને પકડીને જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા અને તેની ટિમ દ્વારા મોઈનખાન ઝફરઉલ્લાખાન નાગોરી (26) રહે. ત્રણબત્તી જુમ્મા મસ્જિદ ટાવર પાસે પાલનપુર બનાસકાંઠાની તેમજ મહંમદફૈજાન મહંમદફિરોઝ પટેલ (32) રહે.ગ્રીનપાર્ક સોસાયટી મોરાભાગલ રાંદેર સુરત તથા રામસ્વરૂપ શિવનાથરામ બિશ્નોઇ (21) રહે.જાટવાસ લોલાવર ગામ તા.ફલોદી જી.જોધપુર રાજસ્થાન વાળાઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને બીજા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!