વાંકાનેર: શહેરના છેવાડા ભાગમાં આવેલ સંધી સોસાયટીમાં રહેતા ત્રણ જણાને પોલીસખાતાએ જુગાર રમતા પકડયા છે


જાણવા મળ્યા મુજબ આસ્થા પીરની દરગાહ પાછળ સંધી સોસાયટીની શેરીમાં ખુલ્લા પટમાં (1) હાજીભાઈ ઈબ્રાહીમભાઈ મોવર (2) જાવિદભાઈ અબ્દુલભાઇ કઇડા અને (3) પરેશભાઈ ખોડાભાઈ સેખાણીને તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૦,૩૦૦/-સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોધાયો છે. કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટેના પો.કોન્સ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ વાધડીયા તથા પો.કોન્સ. રાણીંગભાઈ નાજભાઇ ખવડ દ્વારા કરવામાં આવી હતી….
