વાંકાનેર: તાલુકાના રાતીદેવરીના ત્રણ જણા જાંબુડા વોંકળાની સીમમાં જુગાર રમતાં પોલીસ ખાતાએ પકડીને સાડા પંદર હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે….
જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતીદેવરી ગામના (1) ભુપતભાઈ વાલજીભાઈ મદરેસણીયા (ઉ.35) રહે. શક્તિમાના મંદીર પાસે, (2) પંકજભાઈ રમેશભાઈ સોલંકી (ઉ.28) રાતીદેવરી શેરી નં.૦૨ અને (3) કૈલાશભાઈ પ્રવીણભાઇ વોરા (ઉ.29) રાતીદેવરી શેરી નં.૦૨ ગેર કાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૧૫,૫૦૦/-સાથે આરોપીઓ મળી આવતા ગુન્હો જુગાર ધારા કલમ-૧૨ મુજબ નોંધાયો છે…
કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે પોલીસ હેડ કોન્સ. વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઇ અંબારામભાઇ વાધડીયા, પો.કોન્સ દર્શીતભાઇ ગીરીશભાઇ વ્યાસ, પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, પ્રદીપસિંહ બહાદુરસિંહદ્વારા કરવામાં આવી હતી…