ગઈ રાત્રે ત્રણ શખ્સોએ ધોકા માર્યા
રાજકોટ: વાંકાનેરના રૂપાવટી ગામમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઇ ઝાલા (ઉ.વ.ર8) ગઇકાલે રાત્રે 11 વાગ્યાના આસપાસ મીલપરામાં વિસ્તારમાં હુમલો થયો હતો.
જાણવા મળ્યા મુજબ જગદીશભાઇ આદર્શ મંડપ પાસે હતા, ત્યારે ધસી આવેલ ધર્મેશ અને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકાથી હુમલો કરી નાસી છુટયા હતા. બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.