વાંકાનેર: રાણેકપર, ચંદ્રપુર અને વઘાસીયા જીઆઈડીસી સ્થિત એકમના માલિકો સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામાના ભંગના ગુન્હા નોંધાયા છે…
જાણવા મળ્યા મુજબ પ્રથમ ગુન્હો (1) વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના યુનુસભાઇ મામદભાઈ માથકીયા સામે ગોડાઉનમા સી.સી.ટી.વી કૅમૅરા નહીં લગાવતા બીજો (2) ચંદ્રપુરના અયુબ અમીભાઈ ખોરજીયા ગુજરાત કલર ઓનોડાઇઝમાં કામ કરતા મજૂરોની માહિતી એપ્લિકેશનમાં નહીં મુકતા અને ત્રીજો ગુન્હો
(3) વઘાસીયા જીઆઈડીસીમાં ગુરુકૃપા બાયોપ્લાસ્ટ કારખાનામાં કામ સરતા મજૂરોની માહિતી પોલીસ સ્ટેશનમાં નહીં આપતા જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાં- જા.નં .જે/એમ, એજી/ જાહેરસ્થળ/સીસીટીવી/કેમેરા /જા.નામુ/વશી-૨૫૧૨/૨૦૨૪ તા.૨૭/૧૨/૨૦૨૪ થી પોતાની માલીકીના ગોડાઉનમા સી.સી.ટી.વી લગાવવા સારૂ જાહેરનામુ અમલ કરેલ હોઇ આ કામના આરોપી પોતે જાહેરનામાથી માહિતગાર હોવા છતાં પોતાના ગોડાઉનમાં સી.સી.ટી.વી કેમેરા નહિ લગાવી આરોપીએ કલેકટર અને જીલ્લા મેજી.શ્રી મોરબી ના જાહેરનામાનો ભંગ અને ભારતીય ન્યાય સહીતાની કલમ- ૨૨૩ મુજબ ગુન્હો નોંધાયો છે….